Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

Article 3

$
0
0

તંત્રી સ્થાનેથી
રથયાત્રા અને ગણેશ મહોત્સવને શરતી મંજુરી અપાય તો
ભાદરવા મહિનાના પગપાળા સંઘો અને નવરાત્રીને મંજૂરી આપવી જોઈએ

છેલ્લા કેટલાક મહિનાથી અને તેમાંય જુલાઈ માસમાં કોરોનાની ત્રીજી લહેર ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં આવી રહી છે તેવી જોરદાર આગાહીઓ ચાલતી હતી. ઉર્ૐં એ પણ ત્રીજી લહેર આવવાની શક્યતા છે તેવી આગાહી કરી હતી. તંત્ર ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તૈયારીઓ કરી રહ્યુ હતુ તેવા સમયે તંત્ર દ્વારા રથયાત્રાની ચોક્કસ શરતોને આધીન રાજકીય લાભ ખાટવા મંજુરી આપી. જોકે રથયાત્રા આગામી વિધાનસભાને લક્ષમાં રાખી બીજા સમાજોના તહેવારો જાહેરમાં ઉજવી શકે તે માટે રથયાત્રાને મંજૂરી અપાઈ હતી. જોકે રથયાત્રાનો આશય હતો તે પરીપૂર્ણ થયો નહિ. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરજનોને શહેરમાં દર્શન આપવા માટે વર્ષમાં એકવાર બહાર નીકળે છે. ભગવાન જગન્નાથ બહાર નીકળ્યા ખરા, દર્શનાર્થીઓ માટે કરફ્યુ નાંખી દેવાયો આનો અર્થ શું? ફક્ત લાખ્ખો પોલીસ કર્મચારીની હાજરીમાં રથયાત્રા નીકળી. આવી ને આવી રીતે ગણેશ ઉત્સવને મંજૂરી આપવામાં આવી. ગણેશ ઉત્સવમાં કેટલાક કાયદા લાગુ કરાયા. મૂર્તિ ચાર ફૂટની રાખવાની, પંડાલ બાંધવાના નહિ, એકત્રિત થયેલ લોકોએ સોશીયલ ડીસ્ટન્સ જાળવવાનુ નિયમ કરતાં વધારે લોકોએ ભેગા થવાનું નહિ આવી મંજૂરીઓ અપાઈ. હવે જ્યારે રથયાત્રા અને ગણેશોત્સવની મંજૂરી અપાઈ છે તો આગામી દિવસમાં આવી રહેલ ભાદરવી પૂનમના સંઘો અને નવરાત્રીના ગરબાની મંજૂરી આપવા માટે તંત્ર વિચારે સમગ્ર ગુજરાતમાંથી અંબાજી આવતા ભાદરવી પૂનમના અગીયારસથી પૂનમ સુધી જતા રથમાં ૪૦૦ માણસો હોતા નથી અને જે હોય તે છૂટા છવાયા હોય છે. જેથી આવા રથ લઈ જવાની મંજુરી આપવી જોઈએ. અંબાજીમાં પદયાત્રીઓ ભેગા થતા હોય છે ત્યાં સંક્રમણનો ભય રહેલો છે. જેથી રથ કાઢવાની મંજુરી એવી રીતે આપવી જોઈએ અંબાજીમાં એક સાથે રથ એકત્રિત ન થાય. ભાદરવા સુદ એકમથી ચોક્કસ દિવસોએ રથ કાઢવાની મંજુરી આપવી જોઈએ. અંબાજીમાં સંઘ આવી પહોંચે તેજ દિવસે નીકળી જાય તેવી શરતોને આધીન કરી રથ કાઢવાની મંજુરી અંબાજીમાં લોકો ભેગા ન થાય તે રીતે આપવામાં આવે તો ભાદરવા મહિનામાં પદયાત્રીઓ તેમની વર્ષોની પરંપરા જાળવી શકે. રહી વાત નવરાત્રીની મોટા ગરબા આયોજકોએ આ વર્ષે પણ પાર્ટી પ્લોટોમાં ગરબા નહિ કરવાની જાહેરાત કરી દીધી છે. જેથી પાર્ટીપ્લોટોમાં ગરબા થવાના નથી. રહી વાત શેરી ગરબાની અને ગામડામાં થતી માંડવિયોની, શેરી ગરબામાં ૧૧ વાગ્યા સુધી ફક્ત સ્પીકરો વગાડવાની છુટ અપાય અને ડી.જે. વગાડવાની છૂટ ન અપાય. ગરબામાં ગામની માંડવડીમાં નિયમ કરતાં વધારે માણસો ભેગા ન થાય તેવી કાર્યવાહી કરવી જોઈએ. ગામડામાં નીકળતી માંડવિયો માટે આખા ગામની માંડવી કાઢવાની હોય તો જે ગામમાં ૧૦૦ ટકા વેક્સીનેશન હશે તે ગામને માંડવી કાઢવાની મંજુરી કોવિડની ગાઈડલાઈન અનુસાર આપવામાં આવે તો આગામી ભાદરવા મહિનામાં અને આસો મહિનામાં લોકો સારી રીતે લોક તહેવારો ઉજવી શકે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles