Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

તંત્રી સ્થાનેથી-ભાજપની જાહેરાત વિરોધપક્ષને મજબૂત બનાવશે

$
0
0

તંત્રી સ્થાનેથી

સહકારી ચુંટણીઓમાં મેન્ડેડ આપી ઉમેદવારો ઉભા રાખવાની

ભાજપની જાહેરાત વિરોધપક્ષને મજબૂત બનાવશે

સમગ્ર ગુજરાતમાં ભાજપ પક્ષ છવાઈ ગયો છે. ભાજપ પક્ષ દરેક ક્ષેત્રે પગદંડો જમાવવા જઈ રહ્યો છે. અત્યાર સુધી ધારાસભા, લોકસભા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ચુંટણીઓમાં ઉમેદવારોની પસંદગી ભાજપ સંગઠન મેન્ડેડ આપી કરતું આવ્યુ છે. સહકારી ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જેમાં પક્ષીય નહિ પણ બે બિન-રાજકીય પક્ષો ચુંટણી લડતા આવ્યા છે. હવે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જાહેરાત કરી છેકે સહકારી ક્ષેત્રે ચુંટણીઓ ભાજપના મેન્ડેડ નીચે લડાશે. આ નિર્ણય ભાજપ પક્ષ માટે સારો છે. ભાજપના સંગઠનમાં ઊભા થતા વિવાદો ટાળવા માટેનો છે. તાજેતરમાં રાજકોટની એક ક્રેડીટ સોસાયટીની ચુંટણીમાં ભાજપના બે જૂથો સામ સામે ભારે રસાકસીથી સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચાય તેવી ચુંટણી લડ્યા. આવી રસાકસી ભરી ચુંટણીમાં જે જૂથો પસાર થયા હોય તે જૂથોના ઊભા થતા વિવાદો બીજી ચુંટણીઓમાં ન નડે તે માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જાહેરાત કરી દીધી કે સહકારી ક્ષેત્રે મેન્ડેડથી ચુંટણીઓ લડાશે. મેન્ડેડથી ચુંટણી લડવાનો નિયમ વિધાનસભામાં પસાર કર્યા પછી જ અમલમાં આવશે. તે પહેલા વિસનગર, ઉનાવા, ખેરાલુ અને સતલાસણા માર્કેટયાર્ડની ચુંટણીઓ જાહેર થઈ ગઈ છે. એટલે એ ચુંટણીઓ કરવી જ પડશે. એક વખત ચુંટણી પ્રક્રીયા જાહેર થઈ જાય પછી તેમાં કોઈ ફેરફાર નિયમાનુસાર કરી શકાતા નથી. ભાજપના ચુંટણીમાં મેન્ડેડ આપવાના નિયમથી વિરોધ પક્ષ મજબૂત બનશે. દરેક ગામમાં બે થી ત્રણ સહકારી મંડળીઓ હોય જ છે. આ ચુંટણીમાં ગામના પ્રબુધ નાગરીકો ચુંટણી લડતા હોય છે. જોકે પાંચ વર્ષના ગાળામાં બે થી ત્રણ વખત આવતી ચુંટણીઓના કારણે ગામ બે ભાગમાં વહેચાયેલુ તો હોય જ છે. ભાજપ મેન્ડેડથી ચુંટણી લડશે એટલે ભાજપના કાર્યકરો હશે તેને જ ટીકીટો આપવામાં આવશે. ગામેગામ ભાજપમાં અને કોંગ્રેસમાં માનવા વાળો વર્ગ છે. પણ સહકારી ચુંટણીમાં પક્ષ ન હોવાથી દરેક પક્ષના સામસામે જૂથો બનાવી લડતા આવ્યા છે. હવે જ્યારે મેન્ડેડ આવશે ત્યારે ચુંટણી પક્ષીય થવાની. એક પક્ષ મેન્ડેડ લઈ આવશે ત્યારે તેની સામે ચુંટણી લડતું જૂથ ભલે ભાજપનું હોય પણ અન્ય પક્ષનું મેન્ડેડ લાવવું પડશે. તોજ આખી પેનલને એક નિશાન મળે. તેથી મૃતઃ પાય થયેલો વિરોધ પક્ષ સજીવ થશે. બીજી વાત ગામના પ્રબુધ નાગરીકો કોઈ પક્ષના એક રૂપિયાના સભ્ય હોતા નથી છતાં તે વર્ષોથી મંડળીઓમાં ચુંટણી લડે છે. તેમને ફરજીયાત કોઈ પક્ષના સભ્ય બની ચુંટણી લડવી પડશે. અથવા ટીકીટ માંગવાની ઝંઝટમાંથી મુક્ત રહી ચુંટણીથી અલીપ્ત થશે જેને લઈને વર્ષોથી વહીવટકર્તા અનુભવી સભ્યોની ખોટ પડશે. બિન અનુભવી લોકો સહકારી ક્ષેત્રે આવશે તો ગુજરાતનુ સહકારી માળખુ તૂટી જાય તો નવાઈ નહિ. જેથી સી.આર.પાટીલ સાહેબે તેમની મેન્ડેડ વાળી જાહેરાતમાં ફેર વિચાર કરી જીતે તે ભાજપનો એવો નિયમ સહકારી ક્ષેત્રના હિતમાં રાખવો હિતાવહ રહેશે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles