Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

પાલિકાની ખાસ સાધારણ સભાનુ કોઈ પરિણામ નહી આવતા નવરાત્રીમાં સ્ટ્રીટલાઈટનો અંધારપટ રહે તેવી શક્યતા

$
0
0

પાલિકાની ખાસ સાધારણ સભાનુ કોઈ પરિણામ નહી આવતા
નવરાત્રીમાં સ્ટ્રીટલાઈટનો અંધારપટ રહે તેવી શક્યતા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
હિન્દુત્વના મુદ્દે વોટ માગતા ભાજપના વિસનગર પાલિકાના શાસનમાં નવરાત્રી પર્વે સ્ટ્રીટલાઈટનો અંધારપટ રહે તેવી પુરેપુરી શક્યતા છે. પાલિકાની ખાસ સાધારણ સભામાં સ્ટ્રીટલાઈટના મુદ્દાનો કોઈ નિષ્કર્ષ આવ્યો નથી. ભાજપ શાસીત પાલિકા હાથ ઉપર હાથ ધરી બેસી રહેતા અને ત્વરીત નિર્ણય શક્તિના અભાવે આધ્યાત્મિક પર્વમાં લોકો હેરાન થશે તે ચોક્કસ વાત છે.
કોંગ્રેસ અને વિકાસમંચના પાલિકાના શાસનમાં ભાજપના મંત્રીઓના આશિર્વાદ ધરાવતો સ્ટ્રીટલાઈટના કોન્ટ્રાક્ટરને મનમાની કરતા કોઈ રોકી શકતુ નહોતુ. એલ.ઈ.ડી.લાઈટો નાખ્યા બાદ રીપેરીંગ નહી કરવુ, માલ સપ્લાય નહી કરવો વિગેરે બાબતોની હેરાનગતી સહન કરતી વિસનગરની જનતાને ભાજપનુ શાસન આવતા કોન્ટ્રાક્ટરને સીધો દોર કરી નાખશે તેવી આશા હતી. પરંતુ સ્ટ્રીટલાઈટના પ્રશ્ને શહેરીજનોની આશા ઠગારી નિવડી છે. પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન વિજયભાઈ પટેલ, ભાજપ સરકારના મંત્રીઓ સુધી વગ ધરાવતા કોર્પોરેટરો છે. પરંતુ ભાજપના આ વગદાર હોદ્દેદારોનુ એલ.ઈ.ડી.કોન્ટ્રાક્ટર સામે કંઈ ઉપજ્યુ હોય તેમ જણાતુ નથી. પ્રમુખ વર્ષાબેન પટેલ ગાંધીનગર જઈને મંત્રીઓ સાથેની મુલાકાતના ફોટા સોશિયલ મીડીયામાં મુકવામાં જેટલી સફળતા મેળવી છે તેટલા શહેરની લાઈટની સમસ્યાનો ઉકેલ લાવવામાં સફળતા મેળવી શક્યા નથી. આ અદના હોદ્દેદારો શહેરના લોકોની સમસ્યાનો નિકાલ લાવવા પોતાની વગનો ઉપયોગ કરી શકતા નથી. અથવા એલ.ઈ.ડી.કોન્ટ્રાક્ટરની મંત્રીઓ સાથેની વગ સામે આ અદના હોદ્દેદારોનુ કંઈ ઉપજતુ નથી.
એલ.ઈ.ડી.કોન્ટ્રાક્ટરે છેલ્લા ઘણા સમયથી મોડી સાંજ સુધી લાઈટનો સમયમાં ફેરફાર કરી અંધારપટ કરી શહેરને બાનમાં લીધુ છે. જેનો ટાઈમ સુધારવામાં ભાજપ શાસીત પાલિકા તંત્ર વામણું સાબીત થયુ છે. એલ.ઈ.ડી. કોન્ટ્રાક્ટર વિરુધ્ધ કાર્યવાહી કરવા, તેમજ વિસનગર પાલિકા સ્ટ્રીટલાઈટનો માલ ખરીદી શકે તે માટે તા.૨૦-૯-૨૦૨૧ ના રોજ ખાસ સાધારણ સભામાં જાણે સ્ટ્રીટલાઈટના કોન્ટ્રાક્ટરને સીધો દોર કરી નાખવામાં આવશે તેમજ લાઈટની સમસ્યાનો નિકાલ લાવવામાં આવશે તેવી ચર્ચાઓ કરવામાં આવી હતી. ખાસ સાધારણ સભા બાદ આજ ૧૫ દિવસ થવા છતાં સ્ટ્રીટલાઈટ પ્રશ્ને પાલિકા તંત્ર કંઈ ઉકાળી શક્યુ નથી. કોન્ટ્રાક્ટરની ટાઈમ સ્વીચો કાઢી પાલિકાના ખર્ચે ટાઈમર સ્વીચો લગાવવા ટેન્ડરીંગ કરવાની પણ ખાસ સાધારણ સભામાં ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી ટાઈમર સ્વીચો ખરીદવા ટેન્ડરીંગ કરવામાં આવ્યુ હોવાનુ જણાતુ નથી. તા.૭-૧૦-૨૦૨૧ ને ગુરૂવારના રોજથી નવરાત્રીનો પ્રારંભ થાય છે. ત્યારે આ નવરાત્રી પહેલા હિન્દુત્વના નામે વોટ માગતા ભાજપનુ પાલિકાનુ શાસન તાત્કાલીક ટાઈમર સ્વીચો બદલી શહેરીજનોને અંધારામાંથી મુક્ત કરે તેવી શક્યતાઓ દેખાતી નથી.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles