ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની મીટીંગ મળી
માધ્યમિક શિક્ષકો કાળી પટ્ટી પહેરી શિક્ષણ કાર્ય કરશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ પંકજભાઈ પટેલ તથા મહામંત્રી વિજયભાઈ પટેલ સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે મહામંડળની રાજ્ય કારોબારી સભા પાલડી, અમદાવાદ ખાતે યોજાયેલી હતી. તેમા સમગ્ર રાજયમાંથી જિલ્લા પ્રમુખ, મંત્રી મહામંડળના હોદ્દેદારો, જિલ્લા પ્રતિનિધિઓ થઈ કુલ રપ૦ કરતા વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તે જ સ્થળે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાના શિક્ષણ સહાયકોના પાંચ-પાંચ પ્રતિનિધિઓની મીટીંગ બોલાવી હતી. જેમા ર૦૦થી વધુ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકો હાજર રહ્યા હતા. તેમા સરકાર દ્વારા માધ્યમિક શિક્ષણ સહાયકોને રપ૦૦૦ને બદલે ૩૧૩૪૦ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સહાયકોને ર૬૦૦૦ને બદલે ૩૮૦૯૦ આપવા અંગે જે ભેદ પાડવામા આવેલ છે તે ભેદ દુર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ,મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેને ઈમેલ કર્યા હતા તથા મહામંડળની રજુઆત કવરમાં પોસ્ટ કરી રાજ્યના ૩પ૦૦ કરતા વધુ શિક્ષણ સહાયકો રજુઆત કરવા નિર્ણય કરાયો તદુપરાંત ફ્કિસ પગારનો વધારો આપવા અંગે, સહાયકોની નોકરી સળંગ ગણવી, સાતમા પગારપંચના રોકડ તફાવતના પાંચ હપ્તા જે સરકારી કર્મચારીઓ માટે જાહેર થઈ ગયેલ છે. તે ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને આપવા અંગે સીનીયર કરતા જુનીયરનો પગાર વધી ગયેલ છે. તેવા ૧૯૯૯થી ર૦૦૦માં નિમાયેલ શિક્ષકોને થયેલ અન્યાય દુર કરવા અંગે, ૩૧ વર્ષે ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોને ઉચ્ચત્તર પગાર ધોરણ આપવા અંગે નવા સત્ર અગાઉ શિક્ષકો અને આચાર્યોની ભરતી ૧૦૦% પુર્ણ કરવા અંગે, ૯પ પછી નિમાયેલ ગ્રંથપાલને પ૦૦૦નું પગાર ધોરણ આપવા અંગે, ઉદ્યોગ શિક્ષકોને મદદનીશ શિક્ષકનો પગાર તથા ઉચ્ચત્તર પગાર ધોરણમાં થયેલ વિસંગતતા દુર કરવા અંગે, ૯પ પછી બી.એડ્ થયેલ લેબ ટીચરને ૧૬૪૦નું પગારધોરણ આપવા અંગે, શિક્ષકોને જાહેર કામગીરીમાંથી મુક્તિ આપવા અંગે, માધ્યમિકમાંથી ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં સમાયેલ શિક્ષકોને જાહેર કામગીરીમાંથી મુક્તિ આપવા અંગે, માધ્યમિકમાંથી ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં સમાયેલ શિક્ષકોની પોતાની માતૃ સંસ્થા કે માતૃ જિલ્લામાં જગ્યા પડે ત્યારે તેને વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે ત્યાં પ્રથમ સમાવવા અને જે ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં જે જગ્યા પડે તેમા નવી ભરતી કરવા અંગે, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ર.પ ના રેશિયા અનુસાર ભરતી કરવા અંગે, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ઉદ્યોગ શિક્ષક અને પ્રયોગશાળા મદદનીશ શિક્ષકની ભરતી કરવા અને લાયકાત નક્કી કરવા અંગે, બોર્ડના પ્રશ્નો અંગે, રજુઆત કરવામા આવશે. આ પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો તા.૧૮-૬-ર૦૧૮થી ર૩-૬-ર૦૧૮સુધી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકો અને કાયમી શિક્ષકો કાળી પટ્ટી પહેરી શિક્ષણકાર્ય કરશે. અને તા.ર૪-૬-ર૦૧૮ને રવિવારના રોજ ૧રથી ર કલાક દરમિયાન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રામધુન કરવામા આવશે અને જો માંગણીઓ નહિ ઉકેલાય તો તે જ દિવસે રાજ્ય કારોબારીની મીટીંગ સભામંડપમાં બોલાવી ભાવિ કાર્યક્રમ નક્કી થશે.