તંત્રી સ્થાનેથી
કોરોના સાથે જીવતાં શીખવું પડશે
રોગપ્રતિકારક શક્તિ એજ કોરોનાની સાચી દવા છે
કોરોના વાયરસે સમગ્ર વિશ્વ સાથે ભારતમાં પણ ભરડો લીધો છે. કોરોનાની પહેલી લહેર, બીજી લહેર, ત્રીજી લહેર બધીજ લહેરો આવેજ જવાની છે. હવે આપણે કોરોના સાથે જીવતાં શીખવું પડશે. વધુ ગરમી પડે, વધુ વરસાદ પડે, વધુ બરફ પડે, માઈનસ ડીગ્રીમાં પણ તે વિસ્તારોમાં જન જીવનનું અસ્તિત્વ છે એટલે લોકો દરેક પરિસ્થિતિને સહન કરી જીવી શકે છે. તે રીતે કોરોના સાથે હવે જીવતાં શીખવું પડશે. મકાન મજબુત બનાવીએ, છત મજબુત હોય તો ઠંડી, વરસાદ, ગરમી જેવી ગમે તે પરિસ્થિતિમાં આપણે તે મકાનમાં રહી શકીએ છીએ. એ રીતે હવે આપણે આપણું શરીર કોરોના જેવા ગમે તેવા રોગ સામે ટકી શકે તેવું મજબુત બનાવવું પડશે. શરીરની ઈમ્યુનીટી (રોગ પ્રતિકારક શક્તિ) મજબૂત બનાવવી પડશે. તોજ કોરોના તમને કશુ કરી શકશે નહિ, રોગ પ્રતિકારક શક્તિ આપણને બીજા રોગોમાંથી પણ બચાવે છે. ઈમ્યુનીટી એ એક વ્યવસ્થા શક્તિ છે. જે તમે જાતેજ ઊભી કરી શકો છો. જે તમને કોરોના સહિત અનેક બહારના રોગોથી બચાવે છે. શરીરમાં તાકાત વધવાના કારણે કોઈપણ રોગ શરીરમાં પ્રવેશ કરી શકતો નથી. ખેતરમાં હળ ચલાવતા ખેડૂતની રોગ પ્રતિકારક શક્તિ આપોઆપ વધી જાય છે. માટે તે અનેક રોગોથી રક્ષીત રહે છે. રોગ પ્રતિકારક શક્તિ આપણા દૈનિક ખોરાકો ઉપર આધારિત છે. ઝંગ ફૂડ અને ફાસ્ટફૂડોથી અને તળેલા પદાર્થોથી રોગ પ્રતિકારક શક્તિ મળતી નથી. ખોરાકમાં લીલા શાકભાજી અને અન્ય લીલા રેસા વાળા શાકભાજી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. પાલક, વિગેરે લીલા પાન વાળા શાકભાજીનું રોજેરોજ સેવન રાખવું જોઈએ. લીલા શાકભાજીનું જ્યુસ બનાવી પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ શાકભાજીમાં વિટામીન સી નુ પ્રમાણ વધુ હોય છે. જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. પુરુષો માટે લસણ ખૂબ ઉપયોગી છે. પંજાબીઓ વધારેમાં વધારે લસણનો ઉપયોગ કરે છે તેથી તેઓ ખડતલ છે. લસણ રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરે છે. રોજ સવારે બે લસણની કાચી કળીઓનો ઉપયોગ વધારે અસરકારક સાબિત થયો છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં વિટામીન ડી નો મોટો રોલ છે. જે સૂર્યના કિરણોમાંથી મળે છે. રોજ સવારના કુમળા કિરણોમાં ૮ થી ૧૦ મીનીટ ઊભા રહેવાથી વીટામીન ડી મળે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. પ્રોટીનવાળો ખોરાક પણ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. પ્રોટીને બોડીને મજબુત કરે છે. દહીનો નિયમિત ઉપયોગ પણ અસરકારક સાબિત થાય છે. દહી એ એક એવો ખોરાક છે જેનો ઉપયોગ રોજ સવારે નાસ્તામાં લઈ શકીએ છીએ તે સિવાય જમવામાં પણ વાપરવું જોઈએ. જે ખુબ ઉપયોગી છે. દહી શરીરમાં જરૂરી બેક્ટેરીયા બનાવે છે. બેક્ટેરીયા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. શરીરમાં રહેલા બેક્ટેરીયા બીજા રોગને પ્રવેશ કરવા દેતા નથી. પ્રવર્તમાન સંજોગોમાં દુનિયામાં કોરોના વાયરસનો પ્રકોપ ચાલુ છે. કોરોનાએ દુનિયાના દેશોમાં હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી પછી ઘટી છે. પણ રોજેરોજ નવા કેસો આવતા જાય છે. વાયરસ સમયાંત્તરે રંગ બદલે છે. કેટલાક વાયરસમાં રસી પણ કારગર રહેતી નથી. સાચી અને સારી રીતે જીવવું હોય તો રોગ પ્રતિકારક શક્તિ વધારીએ તોજ બિમારીઓ સામે લડી શકીશું. હવે આપણા ર્ડાક્ટર આપણેજ બનવું પડશે.