શકુન્તલાબેન પટેલે ગોવિંદભાઈ ગાંધીને આપેલુ વચન નિભાવ્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
શકુન્તલાબેન પટેલ તળ કડવા પાટીદાર સમાજના છે. પ્રમુખની દાવેદારીમાં તળ સમાજના બે સભ્યો હોવા છતા શકુન્તલાબેન પટેલ ગોવિંદચકલા પાટીદાર સમાજના ગોવિંદભાઈ ગાંધી સાથે રહી આપેલુ વચન નિભાવ્યુ છે.
વિસનગર પાલિકામાં વિકાસમંચના પ્રજ્ઞાબેન પટેલના સવા વર્ષના પ્રમુખકાળ બાદ, કોંગ્રેસના મહિલા સભ્યને સવા વર્ષના પ્રમુખ બનાવવાનો સમય આવતા તળ કડવા પાટીદાર સમાજના શકુન્તલાબેન પટેલ અને નયનાબેન પટેલે પ્રમુખપદની દાવેદારી કરી હતી. તે સમયે શકુન્તલાબેન પટેલના ટેકામાં કોંગ્રેસ અને વિકાસમંચના ગોવિંદભાઈ ગાંધી તથા અન્ય સભ્યો તેમના ટેકામાં રહ્યા હતા. તે વખતે શકુન્તલાબેન પટેલે વચન આપ્યુ હતું કે જો હું પ્રમુખ બનીશ તો ગોવિંદભાઈ ગાંધી પ્રમુખ બનવા નીકળશે ત્યારે પુરેપુરો સહયોગ આપીશ. પ્રમુખ પદ માટે કોંગ્રેસના બે મહિલા સભ્યોની હરિફાઈમાં શકુન્તલાબેન પટેલને ૧૬ મત મળ્યા હતા.
શકુન્તલાબેન પટેલની ટર્મ બાદ અઢી વર્ષમાં પ્રથમ સવા વર્ષમાં વિકાસમંચના પ્રમુખની ચુંટણીમાં તળ સમાજના ભરતભાઈ પટેલ અને ફુલચંદભાઈ પટેલે જ્યારે ગોવિંદચકલાના ગોવિંદભાઈ ગાંધીએ દાવેદારી કરી હતી. શકુન્તલાબેન પટેલ તળ સમાજના હોવાથી તળ સમાજના પ્રમુખના દાવેદારો સાથે રહેવા સમાજ દ્વારા ભારે દબાણ થયુ હતુ. તેમ છતાં શકુન્તલાબેન પટેલ ગોવિંદચકલાના ગોવિંદભાઈ ગાંધીની પડખે ઉભા રહી તેમને મળ્યા હતા તેના કરતા એક મત વધારે અપાવી શકુન્તલાબેન પટેલે આપેલુ વચન નિભાવી જાણ્યુ છે. રાજકારણમાં કોઈ કોઈનો દુશ્મન નથી, કોઈ કોઈનો દોસ્ત નથી. આપેલા વચનનુ સમય સંજોગો પ્રમાણે પાલન થતુ નથી. તેમ છતાં શકુન્તલાબેન પટેલે સમાજના પ્રેશરમાં આવ્યા વગર વચન નિભાવી જાણી રાજકારણમાં અપવાદરૂપ કામગીરી કરી બતાવી છે.
↧
શકુન્તલાબેન પટેલે ગોવિંદભાઈ ગાંધીને આપેલુ વચન નિભાવ્યુ
↧