Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

પ્રજા નહી સ્વિકારે ત્યાં સુધી ભુગર્ભ ગટર સ્વિકારવામાં આવશે નહી ભુગર્ભ ગટરનુ કામ હલકી ગુણવત્તાનું થયુ છે-પ્રમુખ શકુન્તલાબેન

$
0
0

પ્રજા નહી સ્વિકારે ત્યાં સુધી ભુગર્ભ ગટર સ્વિકારવામાં આવશે નહી ભુગર્ભ ગટરનુ કામ હલકી ગુણવત્તાનું થયુ છે-પ્રમુખ શકુન્તલાબેન

(પ્ર.ન્યુ.સ.)   વિસનગર,રવિવાર

વિસનગર પાલિકા ભુગર્ભ ગટર યોજના નહી સ્વિકારવા પાછળનુ કારણ જણાવતા પ્રમુખ શકુન્તલાબેને જણાવ્યુ હતું કે ભુગર્ભ ગટરનુ કામ હલકી ગુણવત્તાનુ થયુ છે. લાઈનો ચોકઅપ છે. જ્યાં સુધી શહેરની પ્રજા ગટરલાઈન નહી સ્વિકારે ત્યાં સુધી ભુગર્ભ ગટર સ્વિકારવામાં આવશે નહી. આ બાબતે જીયુડીસીને પણ ગત નવેમ્બર માસમાં લેખીત જાણ કરવામાં આવી છે.

વિસનગરમાં ભુગર્ભ ગટરલાઈન વંચીત વિસ્તારમાં જીયુડીસી દ્વારા ભુગર્ભ ગટરલાઈન નાખવામાં આવ્યા બાદ પાલિકા દ્વારા આ યોજના હેન્ડ ઓવર કેમ કરવામાં આવતી નથી તેવા વિવાદમાં પાલિકા પ્રમુખ શકુન્તલાબેન પટેલે જણાવ્યુ છેકે, વિસનગરમાં નાખવામાં આવેલ ભુગર્ભ ગટરની લાઈનો ફેલ છે. ગટરલાઈનો ચોકઅપ છે. જે વિસ્તારોમાં ગટરલાઈન નાખી છે તે વિસ્તારોમાં ગટરલાઈન બાબતે મોટા પ્રમાણમાં ફરિયાદો છે. ગટરલાઈનના કારણે લોકો હેરાન થતા હોય ત્યારે આ ગટરલાઈન ક્યારેય સ્વિકારવાની નથી. ગટરલાઈન સંપુર્ણપણે ચાલુ ન થાય ત્યાં સુધી કોઈની તાકાત નથી કે એને અડે. ગટરલાઈન બાબતે છેલ્લા ચાર મહિનાથી વિવાદ ચાલે છે. આ યોજના સ્વિકારવામાં હુ ભુલ કરૂ તે શક્ય નથી. ગટરલાઈન લેવા જેવી નથી તે બાબતે આખુ ગામ ના પાડે છે. ગટરલાઈનો ચોકઅપ હોવાના કારણે એટલી ફરિયાદો આવે છેકે જેના કારણે પાલિકાનુ જેટીંગ મશીન નવરૂ પડતુ નથી. અન્ય પાલિકાઓએ ગટરો સારી હશે એટલે સ્વિકારી હશે. પરંતુ વિસનગરમાં નવી ગટરલાઈન બરોબર નથી જેના કારણે સ્વિકારવામાં આવી નથી. ગટરલાઈન ત્યારેજ સ્વિકારવામાં આવશે કે જ્યારે જે વિસ્તારમાં ગટર લાઈન નાખી છે તે વિસ્તારની સોસાયટીઓ ટેસ્ટીંગ કરી ગટરલાઈન યોગ્ય છે તેવુ સોસાયટીના લોકો લખી પ્રમાણપત્ર આપશે ત્યારેજ ગટરલાઈન સ્વિકારીશુ. પ્રમુખે વધુમાં જણાવ્યુ હતુ કે સરકારે જી.યુ.ડી.સી.ને ગટરલાઈન નાખવા જે ગ્રાન્ટ આપી તેટલી ગ્રાન્ટ પાલિકાને આપી હોત તો જે વોર્ડમાં ગટરલાઈન કામ થયુ તે વોર્ડના સભ્યો જોડે ઉભા રહી સારી કામગીરી કરાવી શક્યા હોત. હુ પ્રમુખપદે નહી હોઉ તો પણ ગટરલાઈન સામે લડત ચાલુ રહેશે.

જોકે આ વિવાદ અગાઉ પ્રમુખ શકુન્તલાબેન પટેલે નવેમ્બર-૧૭ માં જીયુડીસીને પત્ર લખી જણાવ્યુ હતુ કે ગટરલાઈનનુ કામ કરનાર કોન્ટ્રાક્ટર નટરાજ કન્સ્ટ્રક્શન દ્વારા ગટરલાઈનનુ જે કામ થયુ છે તે તદ્દન હલકી કક્ષાનુ અને પાલિકાની જાણ બહાર થયુ છે. કોન્ટ્રાક્ટરે પાલિકાના કયા વિસ્તારમાં કામ કર્યુ છે તેની વિગતો અને ટેન્ડરની વિગતો પણ માગવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરીથી પાલિકા અજાણ છે. ૯ માસથી કોન્ટ્રાક્ટર દ્વારા ગટરલાઈનની સફાઈ કરવામાં આવી નથી. લાઈનો ચાલુ થતી નથી. કોન્ટ્રાક્ટર દ્વારા ગટરલાઈન ચાલુ કરવામાં નહી આવતા દિન પ્રતિદિન ગટરો ઉભરાવાના અને બીનઅધિકૃત કનેક્શનો આપી આરોગ્ય વિષયક પ્રશ્નો ઉભા થવાના મોટા પ્રમાણમાં બનાવો બની રહ્યા છે. જીયુડીસીની ઓફીસ સ્થાનિક કક્ષાએ નહી હોઈ નાગરિકો પાલિકામાં ટોળા લઈ રજુઆત કરવા આવે છે. ગટરલાઈન બાબતે ગુજરાત હાઈકોર્ટમાં પી.આઈ.એલ. કરવાની હોઈ ટેન્ડરની કોપી, સાઈટ પ્લાન, વર્કઓર્ડર વિગેરે નકલો પત્રમાં માગવામાં આવી છે.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles