Quantcast
Channel: Prachar Weekly
Viewing all articles
Browse latest Browse all 1061

નૂતન હોસ્પિટલમાં યુવાને ૫૧ દિવસ સંઘર્ષ કરી કોરોનાને હરાવ્યો

$
0
0

બીજી લહેરમાં ૮૦૦ દર્દિઓએ સારવાર મેળવી-૬૫૦ સ્વસ્થ્ય થયા

નૂતન હોસ્પિટલમાં યુવાને ૫૧ દિવસ સંઘર્ષ કરી કોરોનાને હરાવ્યો

(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીની આ વિકટ પરિસ્થિતિમાં નૂતન જનરલ હોસ્પિટલ ન હોત તો વિસનગર પંથકના લોકોની શું હાલત થઈ હોત તે વિચારથી હચમચી જવાય છે. નૂતન હોસ્પિટલની ટીમના સહીયારા પુરુષાર્થથી એક દર્દિ ૫૧ દિવસ સંઘર્ષ કરી કોરોના સામે જંગ જીતતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા બીજી લહેરના આ છેલ્લા દર્દિને સહર્ષ વિદાય આપી હતી. દર્દિના સગા સ્નેહીઓએ પણ ગુજરાત સરકાર તથા નૂતન હોસ્પિટલનો આભાર માન્યો હતો.
કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમીત થયા હતા. સરકારના પ્રયત્નો અને નૂતન હોસ્પિટલના આરોગ્ય કર્મીઓની અથાક મહેનત તેમજ ઉત્તમ સારવારના કારણે સમગ્ર જીલ્લામાં નૂતન કોવીડ હોસ્પિટલ દર્દિઓ માટે આશિર્વાદરૂપ બની છે. આ હોસ્પિટલમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલ વિસનગરના ૪૫ વર્ષના અમીતભાઈ પટેલ સારવાર માટે દાખલ થયા હતા. જેઓ સતત ૫૧ દિવસ સુધી સારવાર મેળવીને સ્વસ્થ બનતા હોસ્પિટલ સ્ટાફ તથા દર્દિના સગા સબંધીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ર્ડા.પંકજભાઈ નિમ્બાલકરે જણાવ્યુ હતું કે, અમીતભાઈ પટેલને ૩૫ દિવસ સુધી વેન્ટીલેટર તથા બાયપંપ જેવા જીવન રક્ષક મશીન ઉપર સારવાર આપવામાં આવી હતી. કદાચ ઉત્તર ગુજરાતના આ પ્રથમ દર્દિ હશે કે આટલા લાંબા સમયની સારવાર બાદ સ્વસ્થ થયા હોય. લાંબા દિવસની સારવાર બાદ સ્વસ્થ થયેલા દર્દિની પાછળ હોસ્પિટલની આરોગ્ય ટીમની મહેનતનુ પરિણામ હોવાનુ સુપ્રીટેન્ડેન્ટે જણાવ્યુ હતુ. કોરોનાની બીજી લહેરમાં નૂતન હોસ્પિટલમાંં ૮૦૦ જેટલા દર્દિઓ સારવાર માટે એડમીટ થયા હતા. જેમાંથી ૬૫૦ દર્દિઓ સ્વસ્થ થયા હતા.
નૂતન હોસ્પિટલ સ્ટાફની સતત દેખરેખ તથા હોસ્પિટલના આધુનિક મશીનો દ્વારા મેળવેલ સારવાર બાદ તંદુરસ્ત સ્થિતિમાં આવેલ અમીતભાઈ પટેલે હોસ્પિટલના ર્ડાક્ટર તથા આરોગ્ય કર્મચારીઓને ધન્યવાદ આપી પોતાને નવજીવન અર્પણ કર્યુ હોવાની લાગણી વ્યક્ત કરી ઉત્તમ સારવાર બદલ સૌનો આભાર માન્યો હતો. જ્યારે અમીતભાઈ પટેલના કાકા ડાહ્યાભાઈ પટેલે જણાવ્યુ હતું કે, મારા ભત્રીજાને સતત ૫૧ દિવસ સુધી નૂતન હોસ્પિટલમાં સારી સારવાર મળવાના કારણે નવજીવન મળ્યુ છે. જે માટે નૂતન હોસ્પિટલના આભારી છીએ. કોરોના મહામારીની બીજી લહેરમાં નૂતન હોસ્પિટલ, હોસ્પિટલના ર્ડાક્ટરો તથા નર્સીંગ સ્ટાફે દેવદૂત સમાન સેવા આપી દર્દિઓને નવજીવન આપ્યુ છે. જે બદલ અમીતભાઈ પટેલ તથા તેમના સગા સબંધીઓએ હોસ્પિટલના ર્ડાક્ટરો, નર્સીંગ સ્ટાફ, પ્રેસીડેન્ટ પ્રકાશભાઈ પટેલ તથા ટ્રસ્ટી ગણનો મહામારીમાં લોકસેવા કરતા મેનેજમેન્ટને બીરદાવ્યુ હતુ. પ્રકાશભાઈ પટેલ પોતે કોરોનાગ્રસ્ત હોવા છતાં હોમઆઈસોલેશન દરમ્યાન દાખલ થયેલા દર્દિઓની નિયમિત ખબર અંતર પુછવા બદલ આભાર માન્યો હતો. ૫૧ દિવસની સારવાર બાદ અમીતભાઈ પટેલને ડીસ્ચાર્જ કરવામાં આવતા હોસ્પિટલના ર્ડાક્ટરો, નર્સીંગ સ્ટાફ વિગેરેએ પુષ્પગુચ્છ સાથે વિદાય આપી શુભેચ્છા પાઠવી હતી.


Viewing all articles
Browse latest Browse all 1061

Trending Articles